Gujarat
નિવૃત્ત એન્જિનિયરના અવસાન પછી મેડિકલ કોલેજને દેહદાન
By GS TEAM
24 Jun 20251 min read

વડોદરા, માંજલપુર વિસ્તારમાં રહેતા ૮૨ વર્ષના નિવૃત્ત એન્જિનિયરે ૧૦ વર્ષ અગાઉ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. ગઇકાલે સાંજે તેમનું હાર્ટ એટેકથી અવસાન થતા તેમનો દેહ બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરવામાં આવ્યો છે.
માંજલપુર દિપ ચેમ્બર પાસે સંજય પાર્ક સોસાયટીમાં રહેતા ૮૨ વર્ષના અરૃણભાઇ સદાશિવ આરેકર ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તેમણે ૧૦ વર્ષ અગાઉ જ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. તેમના પત્નીનું બે વર્ષ અગાઉ અવસાન થયું હતું. તેમની બે દીકરીઓ છે. ગઇકાલે સાંજે હાર્ટ એટેકના કારણે તેઓનું અવસાન થયું હતું. એટેક એટલો તીવ્ર હતો કે, તેઓને હોસ્પિટલમાં લઇ જવાનો પણ સમય મળ્યો નહતો. તેમના મોટા જમાઇ રાજીવભાઇએ જણાવ્યું હતું કે, તેઓ અન્ય સિનિયર સિટિઝનને પણ દેહદાન માટે પ્રેરણા આપતા હતા.








