Get The App

ઓનલાઇન ઠગો બે લગામ! વડોદરાના નિવૃત્ત બેંક કર્મચારી પાસે ઇન્વેસ્ટમેન્ટના નામે 30 લાખ ઠગી લીધા

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
ઓનલાઇન ઠગો બે લગામ! વડોદરાના નિવૃત્ત બેંક કર્મચારી પાસે ઇન્વેસ્ટમેન્ટના નામે 30 લાખ ઠગી લીધા 1 - image


Vadodara Online Fraud : ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકી કાળો કેર વર્તાવી રહી છે અને લોકો પણ તેમાં આસાનીથી ફસાઈ રહ્યા છે. વડોદરાના એક નિવૃત્ત બેંક કર્મચારી પણ આ ટોળકીનો ભોગ બન્યા છે અને 30 લાખ ગુમાવવાનો વખત આવ્યો છે. 

માંજલપુરની સંધ્યા સોસાયટીમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિનેશભાઈ જોષીએ પોલીસને કહ્યું છે કે, ગઈતા 16મીએ નુવામા વેલ્થ કંપનીના ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટના નામે મેસેજ આવ્યો હતો. કંગના શર્માના નામે વાત કરતી વ્યક્તિએ કહેવતો કે બ્લોક ટ્રેડિંગ અને ક્વાર્ટર પ્રોફિટ પ્લાનિંગમાં તેઓ કામ કરે છે. 

કંગના શર્માના નામે વાત કરતી વ્યક્તિએ મારી પર્સનલ ડીટલ મેળવી હતી અને પાંચ લાખ સુધીના ઇન્વેસ્ટમેન્ટ ઉપર રોજ 10 થી 15 ટકા સુધી રિટર્ન મળશે તેવી વાત કરી હતી. જેથી મેં 30 લાખ સુધીની રકમ ઇન્વેસ્ટ કરવા માટે તૈયારી બતાવી આ રકમ ટ્રાન્સફર કરી હતી. 

ઠગ ટોળકીએ વિશ્વાસમાં લેવા માટે સેબીનું સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું. જેમાં તેમની કંપની 50 કરોડ સુધીની રકમ એકાઉન્ટમાં લઈ શકે છે તેમ દર્શાવાયું હતું. મારી પાસે વરુણ બેવરેજિસના શેર લેવડાવવામાં આવ્યા હતા. મારે એકાઉન્ટમાં 36.96 લાખનું બેલેન્સ દેખાતું હતું. મને વિશ્વાસમાં લેવા રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રોસિઝર બતાવી એક હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 

ઇન્વેસ્ટરે પોલીસને કહ્યું છે કે, ત્યારબાદ મને કહેવામાં આવ્યું હતું કે તમારો આઇપીઓ લાગ્યો છે અને તેની 1.26 કરોડની રકમ તમારા ખાતામાં જમા કરી છે. જે રકમ પરત મેળવવા માટે 89 લાખ જમા કરવા કહેવાયું હતું. જેથી મને શંકા જતા સાયબર સેલને જાણ કરી હતી.

Tags :