Gujarat

વિરમગામ તાલુકાના 8 ગ્રામ પંચાયત ચૂંટણીનુ પરીણામ જાહેર

By GS TEAM
25 Jun 20251 min read
વિરમગામ તાલુકાના 8 ગ્રામ પંચાયત ચૂંટણીનુ પરીણામ જાહેર

મેલજ ગામમાં ઉમેદવાર સતત ત્રીજી વખત ચૂંટાયા

મણીપુરા ગામમાં ૫૦ વર્ષ બાદ ચૂંટણીઓ યોજાઈઃ વિજેતાઓએ ભવ્ય ઉજવણી કરી 

અમદાવાદ -  રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પરિણામ હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ૫૯ ગ્રામ પંચાયતના પરિણામ માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. વિરમગામ શહેરની શેઠ એમ.જે.હાઇસ્કૂલ સ્કૂલ ખાતે વિરમગામ તાલુકાની આઠ ગ્રામ પંચાયતો માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.

વિરમગામ તાલુકાના સરસાવડી, દેવપુરા, દોલતપુરા, મણીપુરા, ચુનીનાપુરા, મેલજ,ખુડદ ,જેતાપુર ગ્રામ પંચાયત સરપંચ અને સભ્ય પદના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. તાલુકાના મણીપુરામાં ૫૦ વર્ષ બાદ ચૂંટણીઓ યોજાઈ હતી. સરપંચ તરીકે હંસાબેન ધીરજભાઇ ઠાકોરની વરણી થઇ છે. મેલજ ગામમાં સતત ત્રીજી વખત જંગી બહુમતીથી વિષ્ણુભાઈ ઠાકોર વિજેતા જાહેર, ખુડદ ગામમાં રૃખીબેન મણાભાઇ સેનવા વિજેતા, નળકાઠાના જેતાપુરા ગામમા ચંદ્રિકાબેન જીગાભાઇ નૈત્રા  વિજેતા જાહેર કરાયા હતા. ગ્રામ્ય વિસ્તારને લઈને વિજેતા અને પરાજિત થયેલા ઉમેદવારો વચ્ચે કોઈ ઘર્ષણ ન સર્જાય તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખાસ જીતેલા ઉમેદવારની સાથે પોલીસ પ્રોટેક્શન સાથે પણ પોલીસ કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા.