ધો.10ની પરીક્ષાનું આજે પરિણામ, 19833 વિદ્યાર્થીના ભાવિનો ફેંસલો
જિલ્લાના ૨૦ કેન્દ્રોના ૭૬ બિલ્ડીંગમાં પરીક્ષા લેવાઇ હતી
સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર સવારે ૮ કલાકથી વિદ્યાર્થી પરિણામ મેળવી શકાશે
સુરેન્દ્રનગર - ગઇ તા.૨૭ ફેબુ્રઆરીથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ ટૂંકા સમયગાળામાં તા.૮ના રોજ સવારે ૮ કલાકે ઓનલાઇન જાહેર કરાશે જેથી ભાવનગર જિલ્લાના નોંધાયેલ ૧૯,૮૩૩ વિદ્યાર્થીઓનું ભાવિ ખુલશે.
મળતી વિગતો મુજબ ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૨૭ ફેબુ્રઆરીથી ધો.૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા લેવાઇ હતી. જે ભાવનગરના ૨૦ કેન્દ્રોના ૭૬ બિલ્ડીંગમાં લેવાઇ હતી. જેના ભાવિનો ફેંસલો આજે તા.૮ના રોજ થશે. પરિણામ સબંધી બોર્ડે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે સવારે ૮ કલાકથી વિદ્યાર્થી બોર્ડની નિશ્ચિત વેબસાઇટ પર પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતો હવે પછીથી જાહેર કરવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન તથા પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત પણ કરી શકાશએ. આમ એક તબક્કે ગત વર્ષે સુરેન્દ્રગર જિલ્લાનું ૮૩.૮૩ ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે આ વર્ષે પરિણામ ઉંચુ આવે તેવી શક્યતા વધી છે.