Gujarat
ભાજપના શાસકો જ ભાજપની પંચાયતને સાંભળતા નથી,વડોદરા તા.પં.દ્વારા ફરી કચેરી માટે જગ્યાની માંગણી
By GS TEAM
14 Aug 20251 min read

વડોદરાઃ વડોદરા તાલુકા પંચાયત દ્વારા ફરી એક વાર નવી ઓફિસ બનાવવા માટે જગ્યાની માંગણી કરતો ઠરાવ કરવામાં આવ્યો છે.
વડોદરા તાલુકા પંચાયતની કચેરી હાલમાં જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ ફ્લોર પર માસિક રૃ.૩૧ હજારના ભાડેથી ચાલી રહી છે.છેલ્લા આઠેક વર્ષથી તેઓ પોતાની કચેરી બને તે માટે જગ્યાની માંગણી કરી રહ્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે,તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા છે અને વડોદરા જિલ્લા પંચાયત તેમજ રાજ્ય સરકારમાં પણ ભાજપની સત્તા છે.તેમ છતાં તાલુકા પંચાયતની રજૂઆતો કોઇ સાંભળતું નથી.પરિણામે તાલુકા પંચાયતે સામાન્ય સભામાં ફરી એક વાર નવી કચેરી માટે જગ્યા આપવાની માંગણી કરતો ઠરાવ કરી જિલ્લા પંચાયતને જાણ કરી છે.









