Get The App

અમરેલી: મોટા લીલીયામાં ભાજપના બે સદસ્યોના રાજીનામા, કહ્યું-અમારું કોઈ સાંભળતું નથી

Updated: Nov 19th, 2024

GS TEAM

Google News
Google News
Resignation Of Two BJP Members In Amreli

Resignation Of Two BJP Members In Amreli: અમરેલીના મોટા લીલીયા તાલુકા પંચાયતના બે ભાજપના સભ્યોએ રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. તાલુકા પંચાયતના સભ્ય ઘનશ્યામ મેઘાણી અને કંચનબેન ધામતે દ્વારા રાજીનામું આપ્યું છે. તાલુકા પંચાયત કચેરીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પદાધિકારીએ દ્વારા કોઈ કામગીરી નહીં થતી હોવાનો બંને નેતાએ આક્ષેપ કર્યો છે.

અમરેલી: મોટા લીલીયામાં ભાજપના બે સદસ્યોના રાજીનામા, કહ્યું-અમારું કોઈ સાંભળતું નથી 2 - image

તાલુકા પંચાયતના સભ્ય ઘનશ્યામ મેઘાણી અને કંચનબેન ધામતે લીલીયા તાલુકા વિકાસ અધિકારીને સંબોધી પત્ર મારફતે રાજીનામું આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, તાલુકા પંચાયતમાં અવાર નવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી અને લોકોના કોઈ કામનો ઊકેલ આવતો નથી. ભાજપના જ બે સભ્યોએ રાજીનામા ધરી દેતા ભારે ખળભળાટ મચ્યો છે.

અમરેલી: મોટા લીલીયામાં ભાજપના બે સદસ્યોના રાજીનામા, કહ્યું-અમારું કોઈ સાંભળતું નથી 3 - image