Get The App

વાઘોડિયા રોડ પરની સોસાયટીમાં દારૃ વેચાણના પગલે રહીશો ત્રસ્ત

છેવટે પાણીગેટ પોલીસે રેડ પાડીને આરોપીને ઝડપી પાડયો : માત્ર ૧૯ બોટલ મળી

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
વાઘોડિયા  રોડ પરની સોસાયટીમાં દારૃ વેચાણના પગલે રહીશો ત્રસ્ત 1 - image

વડોદરા,વાઘોડિયા રોડ રણછોડ  પાર્ક સોસાયટીમાં મકાન લઇને બૂટલેગરે દારૃનો ધંધો શરૃ કરતા સ્થાનિક રહીશો હેરાન થઇ ગયા છે.છેવટે પોલીસે ગઇકાલે રેડ  પાડીને આરોપીને ૧૯ બોટલ સાથે ઝડપી પાડયો હતો.

શહેરના વાઘોડિયા રોડ પર ઉકાજીના વાડિયા પાસે આવેલી રણછોડ પાર્ક સોસાયટીમાં એક રહીશે સાગર પ્રજાપતિ નામના આરોપીને મકાન વેચાણ કર્યુ હતું. ત્યારબાદ તેણે દારૃનો ધંધો શરૃ કર્યો હતો. માથાભારે વ્યક્તિઓના કારણે સોસાયટીના રહીશો શરૃઆતમાં કંઇ બોલતા નહતા. પરંતુ, આરોપીએ આ સ્થળે દારૃનો મોટા પાયે ધંધો શરૃ કરતા સોસાયટીની રહીશો ત્રાસી ગયા હતા. સ્થાનિક   પોલીસને વારંવાર કહેવા છતાંય કોઇ કાર્યવાહી થતી નહતી. છેવટે સોસાયટીના ગુ્રપમાં આ અંગે મેસેજ શરૃ થયા હતા. છેવટે ભારે હોબાળો થતા પાણીગેટ  પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગઇકાલે રેડ પાડીને આરોપી સાગર પ્રકાશભાઇ પ્રજાપતિ (રહે. રણછોડ પાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ) ની ત્યાં રેડ પાડતા દારૃની ૧૯ બોટલ મળી હતી. વિસ્તારમાં એવી પણ ચર્ચા છે કે, હાલમાં ગુજસીટોક  હેઠળ જેલવાસ ભોગવતા નામચીન બૂટલેગર દ્વારા જ સાગર પ્રજાપતિ મારફતે દારૃનો ધંધો કરવામાં આવી રહ્યો છે.