Gujarat

વિરમગામમાં પાણીનો બગાડ અટકાવવા રહીશોને તાકિદ

By GS TEAM
23 Dec 20251 min read
વિરમગામમાં પાણીનો બગાડ અટકાવવા રહીશોને તાકિદ

પાલિકાની સ્વચ્છતા અંગે કડક અમલવારી 

સફાઈ કર્મચારીઓને જાહેરમાં કચરો ન સળગાવવા અને વેપારીઓને જાહેરમાં કચરો નહીં ફેંકવા સૂચના

વિરમગામ -  વિરમગામ શહેરના મૂનસર રોડ, વખારફળી, વારોફળી, લુહાર કોડ, વી.પી. રોડ અને પારેખપોળ સહિતના વિસ્તારોમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને વોર્ડ સુપરવાઇઝર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. 

વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેર રસ્તાઓ પર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાની ફરિયાદોને પગલે, તંત્ર દ્વારા પાણીનો બગાડ કરનારા આસામીઓને સ્થળ પર જ તાકીદ કરવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓને જાહેરમાં કચરો ન સળગાવવા અને વેપારીઓને દુકાન સાફ કર્યા બાદ કચરો રસ્તા પર ફેંકવાને બદલે 'ડોર ટુ ડોર' વાનમાં જ નાખવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકોને ગંદકી ન કરવા અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે સૂચના આપી હતી.