Get The App

ગુજરાતમાં ટેન્કર રાજ: વડોદરાના જેતલપુરમાં એક સપ્તાહથી પાણી માટે વલખાં, ચૂંટણી બહિષ્કારની ચીમકી

Updated: Apr 13th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં ટેન્કર રાજ: વડોદરાના જેતલપુરમાં એક સપ્તાહથી પાણી માટે વલખાં, ચૂંટણી બહિષ્કારની ચીમકી 1 - image


Baroda water Circes સ્માર્ટ સિટી વડોદરામાં ઉનાળાના પ્રારંભ સાથે પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકો વિરોધ પ્રદર્શન યોજવા સાથે કોર્પોરેશનની કચેરીઓએ મોરચો લઇ પહોંચી રહ્યા છે. તેવામાં વધુ એક વિસ્તારમાં પાણીનો કકળાટ જોવા મળ્યો છે. શહેરના જેતલપુર રોડ પર આવેલી અંબિકા મીલની ચાલીના રહેવાસીઓ પાછલા એક સપ્તાહથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. જેથી લોકોને રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે. ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ વહેલીતકે નહીં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કારની કરવામાં આવશે. 

ગુજરાતમાં ટેન્કર રાજ: વડોદરાના જેતલપુરમાં એક સપ્તાહથી પાણી માટે વલખાં, ચૂંટણી બહિષ્કારની ચીમકી 2 - image

પીળાશ પડતું અને દુર્ગંધ મારતું પાણી

અંબિકા મીલની ચાલીમાં પુરતા પ્રમાણામાં પાણી આવતું નથી, અને જે આવે છે તે પીળાશ પડતું અને દુર્ગંધ મારતું આવતું હોવાનો આક્ષેપ છે. અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વિસ્તારના મતદારોએ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે તો મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. રહીશોનું કહેવું છે કે તેમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી.જેના કારણે  ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.


ગુજરાતમાં ટેન્કર રાજ: વડોદરાના જેતલપુરમાં એક સપ્તાહથી પાણી માટે વલખાં, ચૂંટણી બહિષ્કારની ચીમકી 3 - image

બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની પાણી માટે લાઈન

પાણીની તંગીના કારણે મહિલાઓ અને વૃદ્ધોને દૂરથી પાણી ભરી લાવવાની ફરજ પડે છે,  તો બાળકો પણ નાની ડોલમાં પાણી ભરતીને ઘરે લઈ જતા જોવા મળે છે. પાણીની અછતના કારણે સ્થાનિક લોકોના રોજિંદા કામકાજ પર પણ અસર પડી રહી છે. વધુમાં કહેવું છે કે, મનફાવે ત્યારે આવતા પાણીના ટેન્કર પહોંચી વળતા નથી અને મોંઘવારીમાં પાણી ખરીદવાનો વખત આવ્યો છે. આકરી ગરમીમાં પીવાના પાણીની વધુ જરૂર પડે છે. અને આવા સમયે જ પુરતા પ્રમાણમાં અને શુદ્ધ પાણી ન મળતુ હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે.

Tags :