Get The App

વડોદરાની ઇન્દ્રપુરી સોસાયટીમાં કચરાની ગાડીઓ નહીં આવતા રહીશોનો હોબાળો

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાની ઇન્દ્રપુરી સોસાયટીમાં કચરાની ગાડીઓ નહીં આવતા રહીશોનો હોબાળો 1 - image


Vadodara : સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાના સૂત્ર સાથે વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ કાર્યક્રમો કરી સફાઈ ઝુંબેશ ચલાવી રહ્યા છે. અને જાહેરમાં કચરો નાખનાર વેપારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ વાઘોડિયા રોડ ઉપર આવેલી ઇન્દ્રપુરી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા નહીં આવતા સ્થાનિકોએ રોષે ભરાઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતાને લઈને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનદારો દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવે છે, તો તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આજે પાલિકાની જ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ સોસાયટીમાં નહીં જતા કચરો પડી રહેતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા બાદ હવે કચરા કલેક્શનની ગાડીઓની સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે છેલ્લા 6 દિવસથી ડોર ટુ ડોરની કચરા કલેક્શનની ગાડીઓ આવતી નથી. ઘરમાં એકત્ર થયેલો કચરો ક્યાં નાખવા જઈએ. પાલિકાનો વેરો પણ અમે રાબેતા મુજબ ભરીએ છીએ. બીજા વિસ્તારોમાં આવે છે, પણ અહીંયા છેલ્લા કેટલાક દિવસથી કચરાની ગાડી આવતી નથી. સ્થાનિક રહીશોએ તો હવે આ કચરો જાહેર રોડ પર ડીવાઈડર ઉપર જ નાખવાની અને આ ચૂંટણીમાં વોટ નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Tags :