Gujarat

બે વર્ષે પણ મકાન ન મળતા તાંદલજાના રહીશોનો વડોદરા પાલિકામાં મોરચો : ભૂખ હડતાલની ચિમકી

By GS TEAM
18 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરના સનફાર્મા રોડ ખાતે બે વર્ષ પહેલા નીલગીરી વુડાના જર્જરિત મકાનો પાલિકા દ્વારા ખાલી કરાવવામાં આવ્યા હતા. જે બાદ હજી સુધી રહીશોને મકાનની ફાળવણી ન કરવામાં આવતા અને ભાડાની રકમ પણ ચૂકવવામાં ન આવતા નારાજ રહીશો પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

બે વર્ષે પણ મકાન ન મળતા તાંદલજાના રહીશોનો વડોદરા પાલિકામાં મોરચો : ભૂખ હડતાલની ચિમકી

Vadodara : વડોદરા શહેરના સનફાર્મા રોડ ખાતે બે વર્ષ પહેલા નીલગીરી વુડાના જર્જરિત મકાનો પાલિકા દ્વારા ખાલી કરાવવામાં આવ્યા હતા. જે બાદ હજી સુધી રહીશોને મકાનની ફાળવણી ન કરવામાં આવતા અને ભાડાની રકમ પણ ચૂકવવામાં ન આવતા નારાજ રહીશો પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.

વડોદરા શહેરના સનફારમાં રોડ પર આવેલ વુડાના મકાનો જર્જરિત હોવાનું કારણ આપી 240 જેટલા મકાનો ખાલી કરવામાં આવ્યા હતા. જે બાદ જે બાદ આજ દિન સુધી તેઓને મકાનની ફાળવણી કરવામાં આવી નથી કે જર્જરિત મકાનોની કામગીરી હાથ ધરવામાં આવી નથી. રહેવાસીઓને ભાડે રહેવાનો વખત આવ્યો છે. બે વર્ષ ઉપરાંત સમય થયો હોવા છતાં કોઈ યોગ્ય કામગીરી કે જવાબ મળતો ન હોય પાલિકા ખાતે રહીશો રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ કડતાલ પર બેસવાની અને ફરીથી એ જ જૂના મકાનમાં રહેવા જવાની ચીમકી ઉચ્ચારી હતી. કોઈપણ જાનહાની થાય તો તેનું જવાબદાર પાલિકા હશે તેવું જણાવ્યું હતું.