વડોદરાના નિઝામપુરાની નીલકમલ સોસાયટીમાં ડોગ હોસ્ટેલથી રહીશો પરેશાન : કમિશનરને રજૂઆત
Vadodara : વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ નીલકમલ કો.ઑ. સોસાયટીમાં આવેલા ડોગ હોસ્ટેલ અંગે પાલિકા મ્યુ. કમિ. સમક્ષ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અને વિપક્ષના નેતાના નેજા હેઠળ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે નીલકમલ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના કેટલાક રહિશો સોસાયટીના મકાનમાં ચાલતી ડોગ હોસ્ટેલના વિરોધમાં વોર્ડ નં.1ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને પાલિકા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુના નેજા હેઠળ પાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજૂઆતમાં જણાવ્યું હતું કે ભારે બદબૂ કારણે નાના બાળકોને બીમારી લાગવાનો ભય સેવાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.