Get The App

કલાલીના ગોકુલનગરના રહશો દ્વારા દૂષિત પાણી મુદ્દે દેખાવો

૧૫ દિવસથી પાણી કાળારંગનું અને દૂષિત હોવાથી કોઈ ઉપયોગમાં લઈ શકાતું નથી

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
કલાલીના ગોકુલનગરના રહશો દ્વારા દૂષિત પાણી મુદ્દે દેખાવો 1 - image


કલાલી વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસેના વોર્ડ. ૧૨માં સમાવિષ્ટ ગોકુલનગર ખાતે છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી દુષિત આવી રહ્યુ છે. અવારનવાર રજુઆત કરવા છતા સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ આવતું નથી.જેથી રોષે ભરાયેલા રહીશોએ કોર્પોરેશન વિરુધ્ધ નારાજગી દર્શાવી હતી.

રહિશોનું કહેવુ હતું કે, છેલ્લા૧૫ દિવસથી પાણી દુર્ગંધયુક્ત અને બ્લેકકલરનું આવતું હોવાથી ઉપયોગમાં લઈ શકાતું નથી. લોકોને પાણીના જગ ખરીદવાની નોબત આવી છે. દૂષિત પાણીના કારણે વિસ્તારમાં બીમારીનો વાવર છે. સોમવારે કોર્પોરેશનની કચેરીએ દૂષિત પાણી સાથે વિરોધ પ્રદર્શિત કરવાની ચીમકી આપી હતી.

Tags :