Get The App

ખખડધજ રસ્તાથી બિલ રોડની 6 સોસાયટીઓના રહીશો પરેશાન

લોકોએ એકત્ર થઈ કોર્પોરેશન અને સત્તાપક્ષના હોદ્દેદારો વિરુદ્ધ નારાજગી દર્શાવી

કોર્ટને ગુમરાહ કરવા માટે કોર્પોરેશન વિરુદ્ધ કોર્ટ ઓફ કંટેમપ્ટની ચીમકી

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
ખખડધજ રસ્તાથી બિલ રોડની 6 સોસાયટીઓના રહીશો પરેશાન 1 - image



ડવ એપાર્ટમેન્ટથી બિલ સુધીનો માર્ગ પાછલા એક વર્ષથી ખખડધજ હોય છ જેટલી સોસાયટીના રહીશોએ આજે એકત્ર થઈ કોર્પોરેશન અને સત્તાપક્ષના હોદ્દેદારો વિરુદ્ધ નારાજગી દર્શાવી વહેલી તકે રસ્તો બનાવવાની માંગ કરી હતી.

કોર્પોરેશન દ્વારા એક વર્ષ અગાઉ વોર્ડ 12માં સમાવિષ્ટ બિલ રોડ પર નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારબાદ રસ્તાની કામગીરી પૂર્ણ ન કરતા ખખડધજ રસ્તાથી લોકો પરેશાન છે. આર્ય એન્કલેવ, પરમ એપાર્ટમેન્ટ, સૃષ્ટિ એપાર્ટમેન્ટ , ડવ એપાર્ટમેન્ટ સહિતના છ જેટલી સોસાયટીના રહીશોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. રહીશોનું કહેવું હતું કે, અધિકારી , પદઅધિકારીને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી, ઉબડખાબડ માર્ગના કારણે ખાસ કરીને બાળકો, મહિલાઓ અને સિનિયર સીટીઝનને વધુ મુશ્કેલી થઈ રહી છે, અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે, નેતાઓ ધારદાર રજૂઆત કરે છે પરંતુ ,ગ્રાઉન્ડ પર કામગીરી દેખાતી નથી, આ ઉપરાંત ડોર ટુ ડોર કચરા કલેક્શન ની ગાડીઓ નિયમિત ન આવતા ગંદકી જોવા મળે છે, સાત ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ થયો ત્યારે ગ્રામ પંચાયતો હાઇકોર્ટમાં જતા કોર્પોરેશનએ વિકાસ કરીશું તેવું એફિડેવિટ રજૂ કર્યું હતું, સમય મર્યાદામાં એફિડેવિટ મુજબ કામોના થતા જરૂર જણાય તો કોર્ટને ગુમરાહ કરવા માટે અમે કોર્પોરેશન વિરુદ્ધ કોર્ટ ઓફ કંટેમપ્ટ દાખલ કરીશું,

 

Tags :