લીંબડીની આર.આર.હોસ્પિ. પાછળ વાડી વિસ્તારમાં વીજ વધઘટથી રહીશો પરેશાન
વોલ્ટેજની વધઘટથી વીજ ઉપકરણોને નુકસાનની ભીતિ
અનેકવાર
રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ ઃ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ
લીંબડી -
લીંબડીની આર.આર.હોસ્પિ. પાછળ વાડી વિસ્તારમાં વીજ વધઘટથી
રહીશો પરેશાન થઇ ઉઠયાં છે. વોલ્ટેજની વધઘટથી વીજ ઉપકરણોને નુકસાનની ભીતિ સેવાઇ રહી
છે. પીજીવીસીએલ કચેરીએ અનેકવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા લોકોમાં
રોષ જોવા મળ્યો હતો.
લીંબડી
આર.આર.હોસ્પિટલિ પાછળ આવેલ વાડી વિસ્તારમાં બે વર્ષથી વીજ વોલ્ટેજ વધઘટ થતાં
સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે આ સમસ્યાને લઈને સ્થાનિક રહીશો
દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે અનેકવાર રજુઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા સમસ્યાનું
નિરાકરણ લાવવામાં આવતું નથી. જેને કારણે સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.
રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ પીજીવીસીએલ કચેરી ખાતે તંત્રના અધિકારીને લેખિત રજૂઆત
કરીને જણાવ્યું હતું કે આર આર હોસ્પિટલ પાછળ વાડી વિસ્તારમાં બે વર્ષથી વીજ
વોલ્ટેજ વધઘટ થતાં પંખા સાવ ધીમી ગતિએ ચાલે છે.
બીજી
તરફ હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ વોલ્ટેજ વધઘટ થવાના કારણે નાના બાળકો, બીપી-ડાયાબિટીસ,
હાર્ટના દર્દીઓ સહિતના લોકોને ભારે તકલીફો વેઠવી પડે છે. વીજ
વોલ્ટેજ વધઘટ થવાના કારણે ટીવી, ફ્રીજ, પાણીની મોટર સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો બળી જવાની ભીતિ રહ્યા કરે છે.
જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી
સ્થાનિક રહીશોની ઉગ્ર માંગ ઉઠી છે.