માંજલપુરનાદર્શનનગરમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોમાં તંત્ર સામે આક્રોશ
રસ્તા, પાણી અનેડ્રેનેજની સમસ્યાઓથી રહીશો પરેશાન, અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહી

શહેરના વોર્ડનં.૧૮ના માંજલપુર વિસ્તારમાં કોતર તલાવડી નજીક દર્શનનગરના રહીશોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો છે. આજે મોટી સંખ્યામાં રહીશો એકત્ર થયા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. વિરુદ્ધ સૂત્રોચાર
રહિશોનું કહેવું છે કે, અમારા વિસ્તારમાં વર્ષોથી સારો રસ્તો નથી, જેના કારણે ચોમાસામાં કાદવ અને પાણી ભરાવાની સમસ્યા થાય છે. પીવાના પાણીની લાઇનમાંથી વારંવાર દૂષિત પાણી આવે છે, જેના કારણે સ્વાસ્થ્યની ચિંતાઓ વધે છે. આ ઉપરાંત, ડ્રેનેજ લાઇન અવારનવાર ચોકઅપ થવી, ગટરના પાણી રસ્તાઓ ૫૨રેલાઈ જવાં અને દુર્ગંધ ફેલાવા જેવી સમસ્યાઓ છે, વારંવાર કોર્પોરેશનના અધિકારીઓ અને હોદ્દેદારોને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. કોર્પોરેશને ડ્રેનેજ લાઇનના કામ માટે મકાનદીઠ રૂ. ૧૫૦૦ લીધા હતા. પરંતુ તે કામગીરી માટેના પાઇપ અને મટિરિયલ છેલ્લા એક વર્ષથી અહીં ધૂળ ખાઈ રહ્યા છે...!