Get The App

મકાનોમાં તિરાડો પડતા રહીશોની એફોર્ડેબલ હાઉસિંગ વિભાગને રજૂઆત

હરણી ઓમ રેસીડેન્સી ખાતે

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
મકાનોમાં તિરાડો પડતા રહીશોની એફોર્ડેબલ હાઉસિંગ વિભાગને રજૂઆત 1 - image


હરણી વિસ્તારમાં પીએમ આવાસ યોજના ઓમ રેસીડેન્સીની ઇમારતોમાં તિરાડો પડવા સહિતની સમસ્યાઓ અંગે રહીશોએ કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગને રજૂઆત કરી હતી.

હરણી - સમા લીંક રોડ પરની પ્રધાનમંત્રી આવાસ યોજના ઓમ રેસીડેન્સી કો.ઓ. હા. સોસાયટીના રહીશોએ આજે કોર્પોરેશનની એફોર્ડેબલ હાઉસિંગની કચેરી ખાતે ઘસી જઈ  રજૂઆત કરી હતી કે, સોસાયટીના તમામ મકાનોમાં તિરાડો પડવા સાથે પોપડા ઉખડી રહ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોરના પેવર બ્લોક બેસી ગયા છે. ટેરેસ પરના દરવાજાઓને વરસાદી પાણીથી નુકસાન પહોંચ્યું છે. એક તરફની લિફ્ટ પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે. તમામ પરિવારો ચિંતિત અને ભય હેઠળ હોય  તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવી જરૂરી છે. આ અંગે રહીશોએ અગાઉ  મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા ઉપરાંત સીએમઓ, પીએમઓ ખાતે ઓનલાઇન ફરિયાદ પણ કરી હતી.

Tags :