અમદાવાદમાં બોપલ બાદ પ્રેમચંદનગરમાં PGને લઈને બબાલ, સ્થાનકો કરી રહ્યા છે વિરોધ
Ahmedabad News : અમદાવાદ શહેરમાં PGને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે હવે બોપલ બાદ પ્રેમચંદનગરમાં 2 સપ્ટેમ્બરની રાત્રે PGને લઈને બબાલ થઈ છે. જજીસ બંગલો નજીક આવેલી પ્રેમચંદનગર સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી PGનો વિરોધ કરી રહ્યા છે.
પ્રેમચંદનગરની સોસાયટીમાં શુક્રવારે મોડી રાત્રે રહીશો અને PGમાં રહેતા લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. જોકે, વસ્ત્રાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે PG સંચાલક પાસેથી PG સંબંધિત ડોક્યુમેન્ટ છે કે નહીં તેને લઈને તપાસ શરૂ કરી છે.