Gujarat

વડોદરા જિલ્લામાં ચૂંટણીનો માહોલઃજિ.પંચાયતના પ્રમુખ SEBC મહિલા હશેઃ8માંથી 4 તાલુકામાં સામાન્ય વર્ગના પ્રમુખ

By GS TEAM
28 Mar 20261 min read
વડોદરા જિલ્લામાં ચૂંટણીનો માહોલઃજિ.પંચાયતના પ્રમુખ SEBC મહિલા હશેઃ8માંથી 4 તાલુકામાં સામાન્ય વર્ગના પ્રમુખ

વડોદરાઃ વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના ચૂંટાયેલા સભ્યોની પાંચવર્ષની ટર્મ  પુરી થતાં નવી ચૂંટણીઓ યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે.જેની તારીખો ગમે ત્યારે જાહેર થઇ જશે.આ પહેલાં આગામી વર્ષ-૨૦૨૬માં   રચાનારી વડોદરા  જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતોના પ્રમુખ પદ માટે રોટેશન મુજબ અનામત બેઠકોની જાહેરાત કરવામાં આવી છે.જે મુજબ વડોદરા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના મહિલા રહેશે.

વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના પ્રમુખ પદ માટે જાહેર થયેલી અનામત બેઠકો નીચે મુજબ છે.

પંચાયતનું નામ અનામતનો પ્રકાર

(૧) વડોદરા જિલ્લા પંચાયત એસસીબીસી-મહિલા

તાલુકા પંચાયતોઃ

(૧) વડોદરા એસસીબીસી (પુરુષ)

(૨) ડભોઇ એસસીબીસી (મહિલા)

(૩) વાઘોડિયા એસટી (મહિલા)

(૪)કરજણ સામાન્ય (મહિલા)

(૫) શિનોર એસસી(મહિલા)

(૬) ડેસર સામાન્ય(પુરુષ)

(૭)પાદરા સામાન્ય(પુ)

(૮) સાવલી સામાન્ય(પુ)

કઇ તાલુકા પંચાયતની કેટલી બેઠકો

તાલુકા પંચાયત બેઠકની સંખ્યા

ડભોઇ ૨૦

ડેસર ૧૬

કરજણ ૨૦

પાદરા ૨૬

સાવલી ૨૨

શિનોર ૧૬

વડોદરા ૩૦

વાઘોડિયા ૨૦