Gujarat
રિક્ષામાં બેસાડી ચાકુ બતાવી લૂંટી લેતા લૂંટરુને મુદ્દામાલ સાથે પકડયા
By GS TEAM
13 Oct 20251 min read

અમદાવાદ, સોમવાર
શટલ રિક્ષામાં બેસાડીને ચાકુ બતાવીને પેસેન્જરોને લૂંટતી ગેંગને વટવા જીઆઇડીસી પોલીસે રોકડા રૃા. ૨૩,૫૦૦ સાથે પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
વટવા જીઆઇડીસી પોલીસે બે આરોપીને પકડી રોકડા રૃા. ૨૩,૫૦૦ કબજે કરી વધુ તપાસ હાથ ધરી
વટવા જીઆઇડીસી પોલીસે ચોક્કસ બાતમી આધારે વટવામાં રહેતા ફૂરકાનખાન અને મણિનગરમાં રહેતા અઝરુદીનને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા રૃપિયા૨૩,૫૦૦ તથા લૂંટ કરવા જતા તે રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં બહાર ગામથી આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડીને અવાવરુ સ્થળે લઇ જઇને ચાકુ બતાવીને કિંમતી સામાન તથા રોકડની લૂંટ કરતા હતા.









