તાંત્રિકોની દુનિયામાં કિંમતી ગણાતા રેડ સેન્ડ બોઆ સાપનું રેસ્કયૂ
વડોદરાઃ ગોરવા વિસ્તારમાંથી આજે જીવદયા કાર્યકરોએ જવલ્લેજ જોવા મળતા રેડ સેન્ડ બોઆ(આંધળી ચાકરણ)નામના બિનઝેરી સાપનું રેસ્કયૂ કર્યું હતું.
મધુનગર વિસ્તારના ગ્રાઉન્ડમાં એક સાપ આવ્યો હોવાની માહિતી મળતાં અરવિંદ પવારે તેમની ટીમને મોકલી હતી.કાર્યકરોએ રેડ સેન્ડ બોઆ તરીકે ઓળખાતા સાપનું સફળતા પૂર્વક રેસ્કયૂ કર્યું હતું.
કહેવાય છે કે,તાંત્રિકોની દુનિયામાં બે મોઢાવાળા સાપ તરીકે ઓળખાતા આ સાપનું મહત્વ વધારે છે અને તેની લાખોમાં કિંમત પણ અંકાતી હોય છે.આ સાપનું મોઢું અને પૂંછડી સરખા લાગતા હોય છે અને તેના કલર જેવી જ આંખો હોવાથી તે પહેલી નજરે જોઇ શકાતી નથી.કાર્યકરોએ આ સાપને ફોરેસ્ટ વિભાગને સાંપવા તજવીજ કરી હતી.