Gujarat
વડોદરાના વડુ ગામે રસ્તા પર આવી ગયેલા અજગરનું રેસ્ક્યૂ,બાબરપુરામાં ઉપદ્રવી વાંદરો પાંજરે પુરાયો
By GS TEAM
2 Oct 20251 min read

વડોદરાઃ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાપ,અજગર,મગર જેવા જીવો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના બનાવો સતત ચાલુ રહ્યા છે.જે દરમિયાન એક અજગર અને વાંદરાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
પાદરા નજીક આવેલા વડુ ગામે પાણીની ટાંકી પાસે રાતે મહાકાય અજગરને જોતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.બનાવને પગલે જીવદયા કાર્યકરો આવી ગયા હતા અને છ ફૂટના અજગરનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.
બીજા બનાવમાં સાંકરદા નજીક આવેલા બાબરપુરા ગામે એક મોટો વાંદરો લોકોની પાછળ હુમલા કરવા માટે દોડતો હોવાથી ગભરાટ ફેલાયો હતો.વાંદરો અનેક ઘરોમાં ઘૂસી જતો હતો અને જે કાંઇ ખોરાક હાથ લાગ્યો તે લઇ જતો હતો.જેથી ફોરેસ્ટ વિભાગના રેસ્ક્યૂઅર જીજ્ઞોશ પરમાર અને ટીમે તેને પાંજરે પુર્યો હતો.









