Get The App

વડોદરા નજીક હાઇવે પરથી 7 ફૂટના અજગર અને સનફાર્મા રોડ પરથી 10 ફૂટના મગરનું રેસ્ક્યુ

Updated: Oct 21st, 2024

GS TEAM

Google News
Google News
વડોદરા નજીક હાઇવે પરથી 7 ફૂટના અજગર અને સનફાર્મા રોડ પરથી 10 ફૂટના મગરનું રેસ્ક્યુ 1 - image

Vadodara Crocodile Rescue : વડોદરામાં જળચર પ્રાણીઓ બહાર આવી જવાના બનાવો સતત બની રહ્યા છે અને જીવદયા કાર્યકરો રોજેરોજ બચાવ કામગીરી કરવા દોડધામ કરી રહ્યા છે, ત્યારે વધુ બે સ્થળોએ મહાકાય મગર અને અજગરના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. વડોદરા નજીક ડભોઇ રોડ પર રતનપુર નજીક મેઈન રોડ પર રાત્રે એક મહાકાય અજગર આવી જતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. વડોદરાના જીવદયા કાર્યકરોએ ફોરેસ્ટ વિભાગને સાથે રાખીને સાત ફૂટના અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.

વડોદરા નજીક હાઇવે પરથી 7 ફૂટના અજગર અને સનફાર્મા રોડ પરથી 10 ફૂટના મગરનું રેસ્ક્યુ 2 - image

આવી જ રીતે વહેલી સવારે સન ફાર્મા રોડ ઉપર 10 ફૂટનો એક મગર આવી જતાં લોકો ભયભીત થઈ ગયા હતા. જીવદયા કાર્યકરોને જાણ કરાતા અડધો કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, પૂરના પાણી ઓસરી ગયા બાદ પૂરમાં તણાઈને બહાર આવી ગયેલા સરીસૃપો અને જળચર પ્રાણીઓ પોતપોતાના મૂળ સ્થાને પરત ફરી રહ્યા છે અને તેને કારણે જાહેરમાં મળી આવવાના બનાવ બની રહ્યા છે.