વડોદરાઃ ઉત્તરાયણ દરમિયાન જાહેર સ્થળોએ ભીખ માગતા બાળકોને મુક્ત કરવા માટે ચાઇલ્ડ વેલફેર કમિટી અને એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા જુદાજુદા ટ્રાફિક સિગ્નલો તેમજ અન્ય સ્થળોએ ભીખ માગતા ૧૬ બાળકોનું રેસ્ક્યૂ કરી બાળગોકૂલમ સંસ્થા ખાતે રાખવામાં આવ્યા હતા.
આ બાળકોના વાલીઓનું કાઉન્સેલિંગ કરી બાળ ભીક્ષા એ ગુનાઇત કૃત્ય હોવાનું અને ફરીથી ભીખ ના માગે અને તેઓ અભ્યાસમાં જોડાય તેની તકેદારી રાખવા માટે વાલીઓને સમજાવવામાં આવ્યા હતા.મેહુલ લાખાણીએ કહ્યું હતું કે,આવા બાળકોને પગભર થવા માટે સરકારની અનેક યોજના પણ અમલમાં છે.જેથી સંસ્થા દ્વારા આવી યોજનાઓની પણ માહિતી આપવામાં આવે છે.


