Get The App

જામનગરનો રાજાશાહી વખતનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થઈ જતાં શહેરને દૈનિક પાણી આપવા તંત્રને રજૂઆત

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરનો રાજાશાહી વખતનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થઈ જતાં શહેરને દૈનિક પાણી આપવા તંત્રને રજૂઆત 1 - image

Jamnagar Ranjit Sagar Dam : જામનગર શહેરના મુખ્ય આધાર સ્તંભ એવા રણજીત સાગર ડેમમાં પ્રથમ વરસાદે જ મોટા પ્રમાણમાં પાણીની આવક થવાના કારણે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, ત્યારે જામનગર શહેરમાં એકાંતરાને બદલે પ્રતિદિન પાણી આપવા માટેની જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે.

 જામનગર મહાનગરપાલિકાના કમિશનર, ઉપરાંત મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, ભાજપના શહેર અધ્યક્ષ, તેમજ નગરના બંને ધારાસભ્યોને પત્ર પાઠવી જામનગર શહેરમાં પ્રતિદિન કાયમી પાણી વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવે, તેવી જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા રજૂઆત કરાઇ છે.