Get The App

મેરાકુવા દૂધ મંડળીના કૌભાંડના મુદ્દે ધારાસભ્ય અને સરકારને રિપોર્ટ મોકલ્યો,એમડી કહે છે રાજીનામાની વાત ચાર મહિનાથી હતી

Updated: Jun 2nd, 2025

GS TEAM

Google News
Google News
મેરાકુવા દૂધ મંડળીના કૌભાંડના મુદ્દે ધારાસભ્ય અને સરકારને રિપોર્ટ મોકલ્યો,એમડી કહે છે રાજીનામાની વાત ચાર મહિનાથી હતી 1 - image

વડોદરાઃ બરોડા ડેરીની મેરાકુવા દૂધ મંડળીના કૌભાંડના આક્ષેપો કરનાર સાવલીના ધારાસભ્ય અને સહકાર વિભાગને ડેરીએ તપાસનો રિપોર્ટ મોકલ્યો છે.

ડેરીના એમડીએ કહ્યું હતું કે,મેરાકુવા મંડળીમાં કૌભાંડ થયું છે તેમ કહી ના શકાય.છતાં રિપોર્ટ પરથી સરકાર જે નક્કી કરે તે ખરું.મંડળીને દૂધ મળ્યું  છે અને તેની સામે સહી લઇને મંડળીના મંત્રી દ્વારા રૃપિયા ચૂકવાયા છે.માણસ જીવિત છે કે કેમ તે મંત્રીએ જોવાનું હોય છે.

તેમણે એમ પણ કહ્યું છે કે,મારી તબિયત ખૂબ જ નાદુરસ્ત હતી અને ફેબુ્રઆરીમાં ઓપરેશન કરાવ્યું હતું.જેથી રાજીનામાની વાત કરી હતી.પરંતુ બોર્ડે નાણાંકિય વર્ષ  પુરું થાય અને ફેડરેશન નવા અધિકારી આવે ત્યારપછી રાજીનામું આપવા આગ્રહ રાખતાં હું તૈયાર થયો હતો.

Tags :