Gujarat
મ્યુ.બોર પાસેનું લીકેજનું આખરે સમારકામ શરૂ કરાયું
By GS TEAM
9 Jul 20251 min read

- ધોળકાના મેનાબેન ટાવર વિસ્તારમાં
ધોળકા : ધોળકા શહેરમાં મેનાબેન ટાવર વિસ્તારમાં વર્ષો જુનો પાલિકા સંચાલિત ટયુબવેલ બોર આવેલો છે. આ ટયુબવેલ બોરની નજીકમાં જ પીવાના પાણીની લાઈનમાં અલગ અલગ બે સ્થળે લીકેજ થયું હતું. જેના કારણે વ્યાપક પ્રમાણમાં પીવાના પાણીનો બગાડ થઇ રહ્યો હતો. તેમજ દુષિત પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતાં નગરજનોને દુષિત પાણી પીવાનો વારો આવ્યો હતો. આ બે લીકેજ પ્રશ્ને સ્થાનિકોએ પાલિકા તંત્રમાં જવાબદાર અધિકાર-કર્માચારીને જાણ કરી હતી. પરંતુ પાણી વિતરણ કર્મચારી પણ આ સમસ્યા બાબતે આંખ આડા કાન કરતા હતા. દરમિયાન આ ગંભીર સમસ્યા અંગેનો અહેવાલ અખબારમાં પ્રસિદ્ધ થતાં આજરોજ પાલિકા તંત્રનું વોટર વર્ક્સ વિભાગ દોડતુ થયું હતુ અને તાત્કિલ અસરથી બે સ્થળોના લીકેજ દૂર કરવાની કામગીરી તાબડતોબ હાથ ધરતા સ્થાનિક રહિશોએ હાશકારો અનુભવ્યો હતો.








