Get The App

ફ્રીઝ,વોશિંગ મશીન ભરેલા કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરી

હરિયાણાના કન્ટેનરમાં દારુનો જથ્થો પકડાયો

નરોડા પોલીસે રોકતા ડ્રાઇવર ગાડી મૂકીને ભાગ્યો

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News

અમદાવાદ,રવિવારફ્રીઝ,વોશિંગ મશીન ભરેલા કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરી 1 - image

 પોલીસની ધોંસ વધતા હવે બુટલેગરો હવે દારુની હેરાફેરી કરવા માટે અવ નવા નુસખા અપનાવી રહ્યા છે. નરોડા પોલીસે ફ્રીજ અને વોશિંગ મશીન ભરેલા કન્ટેનરમાંથી રૃા. પાંચ લાખની કિંમતની ૨૪૦૦ વિદેશી દારુની બોટલોનો જથ્થો પકડયો હતો. પોલીસ તપાસમાં હરિયાણાથી આવેલા કન્ટેનરમાંથી દારુનો જથ્થો પકડાતાં પોલીસે કન્ટેનર કબજે કરીને ફરાર ડ્રાઇવરની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરી છે.

નરોડા પોલીસે રોકતા ડ્રાઇવર ગાડી મૂકીને ભાગ્યો કન્ટેનરમાંથી ૨૪૦૦ બોટલો ભરેલા પકેટ મળ્યા

નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, પી.વી.ગોહીલના જણાવ્યા મુજબ નરોડા પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ કરી હતી જેને લઇને ગઇકાલે મોડી રાતે નાના ચિલોડા સર્કલ પાસેથી એક હરિયાણા પાસિંગનું કન્ટેનર પસાર થઇ રહ્યું હતું. પોલીસે રોકવા ઇશારો કરતાં ડ્રાઇવર કન્ટેનર મૂકીને નાસી ગયો હતો. જેથી પોલીસેને શંકા જતાં કોર્ગોના કર્મચારીઓને બોલાવીને કન્ટેનર ખોલાવતાં તેમાંથી જાણીતી કંપનીના ૧૩૮ નંગ ફ્રીજ અને વોશિંગ મશીન હતા.

આ વોશિંગ મશીન અને ફ્રીજના બોક્સ વચ્ચે વિદેશી દારુના બોક્સ છૂપાવેલા હતા. પોલીસ તપાસમાં વિદેશી બનાવટનો રૃપિયા પાંચ લાખની  દારુની કુલ ૨૪૦૦ બોટલો અને કન્ટેનરનો તમામ માલ સાંમાન મળી કુલ ૧૩.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજસ્થાનના ભીલવાડાના સોહનસિંહ નારાયણસિંહ રાવત નામના ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Tags :