Gujarat

પ્રતાપનગર સ્ટેશન ખાતે રિમોડેલિંગ અને નોન ઈન્ટરલૉકિંગ કામગીરી પુર્ણ કરાઈ

By GS TEAM
15 Nov 20251 min read
પ્રતાપનગર સ્ટેશન ખાતે રિમોડેલિંગ અને નોન ઈન્ટરલૉકિંગ કામગીરી પુર્ણ કરાઈ

પ્રતાપનગર સ્ટેશન વડોદરા સ્ટેશનના સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસી રહ્યું છે. અહીં યાર્ડ રિમોડેલિંગ અને નૉન ઈન્ટરલૉકિંગનું કામ પૂર્ણ થતા હવે આવનારા દિવસોમાં પ્રતાપનગરથી લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવાનો માર્ગ મોકળો બન્યો છે.

વડોદરા વિભાગના ગતિ શક્તિ યુનિટ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. વિશ્વામિત્રી-ડભોઈ - એકતાનગર અને ડભોઈ- અલી રાજપુર સેક્શન પર આવેલ પ્રતાપનગર સ્ટેશન એનએસજી - ૬ કેટેગરીમાં છે. તેને સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવવા માટે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૨૮.૯૩ કરોડનો ખર્ચ મંજૂર થયો હતો. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પ્રતાપનગર સ્ટેશનનું ડેવલપમેન્ટ જાન્યુઆરી ૨૦૨૯ સુધી પૂર્ણ થવાનું છે. અપગ્રેડેડ સ્ટેશનથી યાત્રીઓને બે ઉચ્ચ સ્તરના પ્લેટફોર્મ, નવો પ્રવેશ દ્વાર, ૧૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતો એરિયા, ચારેય પ્લેટફોર્મ માટે કવર શેડ, હાઈમાસ્ટ લાઇટ અને મહિલા પ્રતીશાલય સહિતની સુવિધાઓનો લાભ મળશે.