Gujarat
રતનપુરના જયસ્વાલ પરિવારના સભ્યોના રિમાન્ડ આજે પૂરા થશે
By GS TEAM
31 Oct 20251 min read

વડોદરારતનપુરના જયસ્વાલ કુટુંબના આરોપીઓના રિમાન્ડ પૂરા થતા આજે તેઓને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
શહેર નજીક રતનપુર ગામમાં રહેતા રાકેશ ઉર્ફે લાલો તેની પત્ની સીમા, પુત્ર સચિન તેમજ ભાઇ હિતેશ ઉર્ફે પપ્પુ સહિત પાંચેય સભ્યોની ગેંગ છેલ્લા ઘણા સમયથી દારૃના ધંધા સાથે સંકળાયેલી હતી. પોલીસને બાતમી મળે અને રેડ કરવા જાય તો પોલીસ પર પણ હુમલો કરતા તેઓ અચકાતા ન હતાં. માત્ર દારૃ વેચાણ જ નહી પરંતુ જુગારની પ્રવૃત્તિ સાથે પણ તેઓ સંકળાયેલા હતાં. આ અંગે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. તેમજ સીમા સિવાયના આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા. આવતીકાલે રિમાન્ડ પૂરા થતા તેઓને કોર્ટમંાં રજૂ કરાશે









