Get The App

વરાછાના ભરત મોના ફાયરીંગ કેસમાં યુ.કે.ના આરોપીના રિમાન્ડની માંગ નકારાઈ

વરાછા પોલીસે શરતી આગોતરા જામીન મુક્ત આરોપીની ધરપકડ કરી કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોઈ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી

Updated: Jan 5th, 2024

GS TEAM


Google News
Google News
વરાછાના ભરત મોના ફાયરીંગ કેસમાં યુ.કે.ના આરોપીના રિમાન્ડની માંગ નકારાઈ 1 - image



સુરત

વરાછા પોલીસે શરતી આગોતરા જામીન મુક્ત આરોપીની ધરપકડ કરી કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોઈ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી      

વરાછાના પોલીસને ચકચારી ફાયરીંગ કેસમાં શરતી આગોતરા જામીન મુક્ત આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોઈ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરતાં એડીશ્નલ સેશન્સ કોર્ટે આરોપીને રિમાન્ડની માંગ નકારી કાઢી છે.

વરાછારોડ ખાતે રહેતા ફરિયાદી ભરત મોનાભાઈ વઘાસીયાએ જમીન ગઈ તા.6-7-2020ના રોજ પોતાની એકટીવા મોપેડ લઈને ઓફીસેથી ઘરે જતા હતા.જે દરમિયાન વરાછા વર્ષા સોસાયટી વિભાગ-૧ વાડીવાળા રોડ પર પહોંચતા પાછળથી ટુ વ્હીલર્સ મોટર સાયકલ  પર આવેલા બે અજાણ્યા ઈસમોએ ફરિયાદીની બાજુમાંથી ગોળી છોડી ફાયરીંગ કરી ઈજા  પહોંચાડી નાસી ગયા હતા.જેથી ફરિયાદીએ જમીન સંબંધી તકરારની અદાવતમાં અજાણ્યા ઈસમોએ ફાયરીંગ કર્યું હોઈ વરાછા પોલીસમાં ઈપીકો-307,120બી તથા 114 અને આર્મ્સ એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં વરાછા પોલીસે ઝડપેલા પાંચ આરોપીઓ બ્રોકર વિજય ગઢવી,નરેશ ધગલ,લાભુભાઈ મેર સહિત અન્ય આરોપીઓ એ ફરિયાદીને10  લાખની સોપારી આપીને યુ.પી.ના શાર્પ શુટર્સ શુભમ,સુરજસિંહને ફાયરીંગ કરવા જણાવ્યું હતુ.આ કેસમાં વરાછા પોલીસે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કર્યા બાદ ચાર્જશીટ બાદ જામીન મુક્ત કરવામાં આવ્યા હતા.

 આ કેસમાં તપાસ અધિકારીએ રજુ કરેલા ચાર્જશીટમાં યુ.કે.ના રહીશ 60વર્ષીય આરોપી લાભુભાઈ સુકાભાઈ કેશવાલા(રે.શેડઝેફિલ્ડ લેસ્ટર લંડન યુ.કે.)  વિરુધ્ધ આરોપનામુ ઘડવામાં આવ્ય નહોતું પણ આરોપી તરીકે નામ દર્શાવવામાં આવ્યું હતુ.જેથી આરોપી પોલીસ ધરપકડથી બચવા ગૌતમ દેસાઈ તથા હેમલ ભગત મારફતે આગોતરા જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી બાદ કોર્ટે આરોપીને ગઈ તા.15મી ડીસેમ્બરના રોજ શરતોને આધીન આગોતરા જામીન મંજુર કરતો હુકમ કર્યો હતો.અલબત્ત તપાસ અધિકારી સમક્ષ આગોતરા જામીન લઈ હાજર થયેલા આરોપીને જામીન મુક્ત કર્યા બાદ તપાસ અધિકારીએ આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોઈ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી.જેના વિરોધમાં આરોપીના બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ તપાસ અધિકારીને તપાસમાં સહકાર આપતા હોઈ નાસી ભાગી જાય તેમ ન હોઈ રિમાન્ડની માંગ રદ કરવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના રિમાન્ડની માંગને નકારી કાઢી હતી.


Tags :