વડોદરા શહેરના આઉટ ગ્રોથ વિસ્તારમાં વરસાદી ગટર અને ડ્રેનેજની બાકી કામગીરી સરકારની ગ્રાન્ટ મેળવીને કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આઉટ ગ્રોથ વિસ્તારોમાં વરસાદી ગટર અને ડ્રેનેજની બાકી રહેલી કામગીરી સરકારની આઉટ ગ્રોથ વિસ્તારો માટેની ગ્રાન્ટ મેળવીને કરવામાં આવશે. પશ્ચિમ ઝોનમાં બિલ, સેવાસી, ભાયલી, ઊંડેરા તેમજ કરોડીયા જેવા આઉટ ગ્રોથ વિસ્તા૨નો સમાવેશ થયેલ છે.
આ આઉટગ્રોથ વિસ્તા૨માં ડ્રેનેજ તથા રોડના નેટવર્કની અપુરતી સુવિધા છે. વ૨સાદી ગટર અને પાણીનું નેટવર્ક નથી. આ બધી સુવિધા ઉભી કરવા સ૨કા૨ ત૨ફથી મળતી વિવિધ ગ્રાન્ટમાં સર્વે મુજબ કામો કરાય છે. જે અંતર્ગત ભાયલી તથા બિલ વિસ્તા૨માં પાણી, ડ્રેનેજ, વ૨સાદી ગટ૨, તેમજ રોડના કામો હાલ ચાલુ છે. ભાયલી વિસ્તા૨માં 80% જેટલી કામગીરી પૂર્ણ ક૨વામાં આવી છે. બાકીની કામગીરી ચોમાસા બાદ થશે. બિલ વિસ્તા૨માં આ પ્રકા૨ની સર્વિસીસ ઊભું કરવાનું કામ ચોમાસા બાદ પુન: શરુ કરાશે. જયારે વરસાદી ગટર, ડ્રેનેજની બાકી રહેલી કામગીરી સ૨કા૨ ત૨ફથી ગ્રાન્ટ મેળવી હાથ ધરાશે. બિલ વિસ્તા૨માં ટી.પી. મંજુર થતા રોડનું કામ ચાલુ કરવામાં આવશે.








