Get The App

S.T સુરતથી અંબાજી અને ડીસા માટે ધાર્મિક યાત્રા લકઝરી બસ શરૃ કરશે

Updated: Mar 15th, 2023

GS TEAM

Google News
Google News
S.T સુરતથી અંબાજી અને ડીસા માટે ધાર્મિક યાત્રા લકઝરી બસ શરૃ કરશે 1 - image

 -સુરતથી નવસારી માટે બ્રાન્ડ ન્યુ મીની બસને પણ ગુરુવારે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી લીલીઝંડી અપાશે

સુરત  

મુસાફરોએ ખૂબ જ પસંદ કરેલી લક્ઝરી બસ પુશ-બેક (ટૂબાયટૂ)ની સુવિધા સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા સુરત-નવસારી માટે મીની બસ આવતીકાલથી શરૃ થવા જઈ રહી છે. લક્ઝરી બસ તથા બ્રાન્ડ-ન્યુ મીની બસની સેવા મેયરના હસ્તે શરૃ થશે.

સુરત શહેરીજનો અને મુસાફર જનતા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે તદ્દન ન્યુ બ્રાન્ડ (2-2) પુશબેક સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા રોજિંદા અપડાઉન્ન કરતા ટ્વીન સિટી માટે સુરત-નવસારી માટે તદ્દન ન્યુ બ્રાન્ડ મિની બસ શહેરના મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી તા.16મીને ગુરુવારના બપોરે લીલી ઝંડીથી પ્રસ્થાન કરાવશે.

મુસાફર જનતા અને શહેરીજનોને ધામક યાત્રા સવસ અને રોજીંદા અપ-ડાઉન મુસાફરોની સુખાકારીમાં ઉમેરો થશે, એમ પી.વી.ગુર્જર (વિભાગીય નિયામક એસટી. સુરત વિભાગ)એ જણાવ્યું છે.