Gujarat
કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે કચરામાં કોઇ ગણેશજીની ખંડિત મૂર્તિઓ મૂકી જતાં ધાર્મિક લાગણીને ઠેસ
By GS TEAM
28 Aug 20251 min read

વડોદરાઃ ગણેશોત્સવ દરમિયાન ભક્તોની લાગણી દુભાય તેવું વધુ એક કૃત્ય બહાર આવતાં ગણેશ ભક્તોએ પોલીસ તાકિદે પગલાં લે તેવી માંગણી કરી છે.
કારેલીબાગ પોલીસ સ્ટેશનની નજીકમાં ભૂતડીઝાંપા ગ્રાઉન્ડ પાસે ગંદકી અને કચરામાં આજે સવારે ગણેશજીની નાની અને મધ્યમ કદની ૨૨ પ્રતિમાઓ કોઇ મૂકી ગયું હતું.
જો કે આ પૈકીની મોટાભાગની પ્રતિમાઓ ખંડિત હતી.પરંતુ દ્શ્ય જોનાર ભક્તોના રુંવાડા ખડાં થાય તેમ હતું.બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી.
નજીકમાં જ લારી ધરાવતા રહીમભાઇએ કમલેેશ પરમારંંંંને જાણ કરતાં તેમણે પોલીસને બોલાવી હતી.કુંભારવાડા અને કારેલીબાગ પોલીસે વિગતો મેળવી શ્રીજીની તમામ પ્રતિમાઓનું કિશનવાડી તળાવમાં વિસર્જન કરવામાં કમલેશભાઇ અને અન્ય યુવકોને મદદ કરી હતી.









