Gujarat
સરખેજથી જુહાપુરા તરફ જતા નેશનલ હાઈવે તથા રસ્તા ઉપરના છ ધાર્મિક સ્થાન તોડાયા
By GS TEAM
9 Jul 20251 min read

અમદાવાદ,બુધવાર,9 જુલાઈ,2025
અમદાવાદના સરખેજથી જુહાપુરા તરફ જતા નેશનલ હાઈવે તથા રસ્તા
ઉપર બાંધવામાં આવેલા છ ધાર્મિક સ્થાન મંગળવારે મોડી રાતના સુમારે ચુસ્ત પોલીસ
બંદોબસ્ત સાથે મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડયા હતા. ચાર દરગાહ, એક કબ્રસ્તાન
ઉપરાંત એક મંદિર અને એક દેરી ઉપર બુલડોઝર ફરી વળ્યુ હતુ.
મંગળવારે મોડી રાતના ૧૧ કલાકના સુમારે નેશનલ હાઈવે ઓથોરીટી
તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
સંયુકત ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બે હિટાચી મશીન, ચાર જે.સી.બી.
ઉપરાંત છ ડમ્પર , બે
દબાણની ગાડીઓ તથા વીસથી વધુ મજુરો સાથે નેશનલ હાઈવે અને રસ્તા ઉપરના ધાર્મિક
સ્થાનને તોડી પાડયા હતા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખે આ રસ્તા ઉપર
કપાતમાં આવતા ધાર્મિક, કોમર્શિયલ
તથા રહેણાંક પ્રકારના દબાણ દુર કરવાની કામગીરી યથાવત રહેશે એમ કહયુ હતુ.








