Get The App

ઢોલ ,નગારા ,ત્રાસા,લેજીમ જેવા ઇન્સ્ટ્રુમેન્ટની બજારમાં ખરીદીની નીકળતા વેપારીઓને રાહત

Updated: Sep 9th, 2021

GS TEAM

Google News
Google News
ઢોલ ,નગારા ,ત્રાસા,લેજીમ જેવા ઇન્સ્ટ્રુમેન્ટની બજારમાં ખરીદીની નીકળતા વેપારીઓને રાહત 1 - image

ગયા વર્ષે બંધ રહેલા કોટ વિસ્તારના જાણીતા ડબગરવાળમાં ગણેશ ઉત્સવ ઉજવવા ખરીદીનો ધમધમાટ:ઇન્સ્ટ્રુમેન્ટ રીપેરીંગ માટે પણ ભીડ

બે દિવસ બાદ શરૂ  થતા ગણપતિ મહોત્સવ  માં પણ ગત વર્ષે સરખામણી માં અલગ માહોલ જોવા મળશે. જેના કારણે સુરત ના કોટ વિસ્તારના ડબગરવાડ ખાતે આવેલ બજાર કે  જ્યાં દરેક તહેવાર ને લગતી વસ્તુઓ મળે છે તે બજાર માં પણ ભીડ જોવા મળી હતી. વર્ષો થી આ બજાર માં વેપાર કરતા વેપારીઓને ઘરાકી નીકળતા રાહત થઇ હતી.  સુરત માં ગણપતિ મહોત્સવ ખુબજ ધામધૂમપૂર્વક મનાવવા માં આવે છે.બાપ્પા ના આગમન થી લઈને બાપ્પા ની વિદાય સુધી ના દિવસો માં ઢોલ નગારા અને ત્રાંસા ના અવાજ  થી શેરી મહોલ્લાઓ અને એપાર્ટમેન્ટો ગુંજી ઉઠે છે.અને ગણપતિ જી ના આગમન માટે ના ઢોલ નગારા ત્રાંસા થી લઈને વિવિધ પ્રકાર ના ઇન્સ્ટ્રુમેન્ટ માટે પ્રખ્યાત સુરત નું ડબગરવાડ બજાર આખી રાત ધમધમતું રહે છે.જો કે ગત વર્ષે કોરોનાના ના કારણે આ બજાર માં નીરવ શાંતિ જોવા મળી હતી. પંરતુ આ વખતે ગણપતિ મહોત્સવ માં સરકાર દ્વારા આ વર્ષે ગણપતિ મહોત્સવ ને કોરોના ગાઈડ લાઇન અનુસાર ઉજવવા છૂટ આપી છે..તેથી લોકોમાં આ વખતે ખુશી નો માહોલ જોવા મળ્યો  છે.સુરત ના ડબગરવાળ ખાતે વર્ષો થી ઢોલ નગારા નો વ્યવસાય કરતા પન્ટગ છત્રીવાળા કહે છે કે ગણપતિ મહોત્સવ માં ગયા વર્ષે કોરોના ના કારણે કોઈપણ સામગ્રી વેચાઈ ન હતી .જ્યારે આ વખતે ગણપતિ મહોત્સવને મંજૂરી મળતા જ બજારમાં ઘરાકી નીકળી છે. ડબગરવાડ માં નાના બાળકોથી લઇને મોટા લોકોના ઢોલ, ત્રાંસા, નગરાની ખરીદી શરૂ થઈ ગયા છે. દર વર્ષે મારા દુકાન માં નાના-મોટા ડ્રમ થી લઈને ઢોલ નગારા 200 થી 300 પીસ વેચાઇ જતા હોય છે.નાના બાળકો ની વસ્તુઓ નું વેચાણ વધ્યું છે.તેઓના નાના ઢોલ અને ત્રાંસા 50 રૂપિયા થી લઈને 150 સુધી માં વેચાઈ છે.અને મોટા લોકો માં 400 થી 900 રૂપિયા સુધી ના મળે છે.જો કે આ વર્ષે રીપેરીંગ કામ વાળા લોકો વધારે આવે છે. એક વર્ષથી  આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એમના એમ જ પડી રહ્યા હોવાથી બગડી જતા હોય છે.અત્યારે લોકો ખાસ તેના રીપેરીંગ માટે આવી રહ્યા છે.

ડબગરવાડ સુરત નું સૌથી જૂનું અને જાણીતું બજાર છે જે દરેક તહેવાર માં આખી રાત સુધી ચાલુ રહેતું હોય છે .એમાં પણ ગણપતિ મહોત્સવમાં લોકો મોટી સંખ્યામાં વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ લેવા માટે આવતા હોય છે આ વખતે ઘરાકી નીકળતા વેપારીઓ ખુશ છે.

Tags :