Get The App

દરજીપુરા આરટીઓમાં ડેટા ફેચની એરર દૂર થતા રાહત, આજથી ટ્રેક ટેસ્ટ રાબેતા મુજબ કાર્યરત

સોમવારે ટ્રેક ટેસ્ટ માટે પહોંચતા અરજદારોને ધક્કા પડતાં આક્રોશ

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
દરજીપુરા આરટીઓમાં ડેટા ફેચની એરર દૂર થતા રાહત, આજથી ટ્રેક ટેસ્ટ રાબેતા મુજબ કાર્યરત 1 - image


દરજીપુરા આરટીઓમાં પાછલા 5 દિવસથી રજીસ્ટ્રેશન એરરના કારણે ટ્રેક ટેસ્ટની પ્રક્રિયા ખોરવાતા અનેક અરજદારોને ધક્કા પડ્યા હતા. જો કે, સોમવારે સાંજે ડેટા ફેચની એરર દૂર થતા 80 જેટલા ટ્રેક ટેસ્ટની કામગીરી થઈ શકી હતી. હવે આવતીકાલે મંગળવારથી ટ્રેક ટેસ્ટની પ્રક્રિયા રાબેતા મુજબ રહેશે તેમ આરટીઓ ઓફિસરનું કહેવું છે.

આરટીઓમાં ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેર સારથી સોફ્ટવેર સાથે સંકલન કરી પ્રોસેસ કરે છે. પરંતુ ડેટા ફેચ થઈ ન શકતા કઈ તા. 5 જૂન ગુરુવારના રોજ બે વખત કામગીરી ખોરવાઈ હતી. જેથી અંદાજે 50થી વધુ એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી હતી. બીજા દિવસે શુક્રવારે. પણ રજીસ્ટ્રેશન એરરના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા બંધ હોવાથી અંદાજે ટુ વ્હીલર 256 અને ફોર વ્હીલર 107 મળી કુલ 363 જેટલી અરજીઓને રીસીડ્યુલ કરવાની નોબત આવી હતી. ત્યારબાદ આજે સોમવારે પણ ટ્રેક ટેસ્ટની પ્રક્રિયા બપોર સુધી બંધ રહેતા અંદાજે ટુ વ્હીલરની 200 તથા ફોર વ્હીલરની 180 અરજીઓ મળી કુલ 390 અરજી રિશિડ્યુલ કરાઈ હતી. છેલ્લા 5 દિવસથી ટ્રેક ટેસ્ટની પ્રક્રિયા બંધ હોવાથી ધક્કા ખાઇને કંટાળેલ અરજદારોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો. ખોડીયાર નગરના રહેવાસી શંકરભાઈ પુત્રને તેના ટ્રેક ટેસ્ટ માટે શાળામાં રજા રાખી પોતાની દુકાન બંધ કરી આરટીઓ કચેરી પહોંચતા ધક્કો પડ્યો હતો. તેમજ અનગઢ , સાવલી સહિતના આસપાસના ગામોમાંથી પણ અનેક અરજદારો ટ્રેક ટેસ્ટ માટે પહોંચ્યા હતા. ટ્રેક ટેસ્ટ માટેની અરજીઓ રિશિડ્યુલ થતા અરજદારોને મોબાઈલ ફોનમાં મેસેજ થકી જાણ કરાય છે. જો કે, કેટલાક અરજદારો મેસેજ વાંચ્યા વગર પહોંચતા ધક્કો પડ્યો હતો.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ એક આરટીઓ કચેરીની માંગ છે

દરજીપુરા આરટીઓ શહેરના છેવાડે હોય પશ્ચિમ તથા દક્ષિણ વિસ્તારના લોકોને ખૂબ લાંબુ અંતર કાપવાનો વખત આવે છે. જેથી પશ્ચિમ વિસ્તારમાં પણ એક આરટીઓ કચેરી માટે અગાઉ રજૂઆતો થઈ ચૂકી છે. વર્ષ 2022માં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરાના વિવિધ વિકાસના પ્રશ્નો અંગે કોર્પોરેશનના તથા સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યોની સંયુક્ત મળેલ બેઠકમાં માજી મહિલા ધારાસભ્યએ આ અંગે રજૂઆત કરી હતી. તેમજ કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ શાસક પક્ષના દંડકે પણ આ વાત મૂકી હતી.


Tags :