વડોદરા જિલ્લામાં ખેડૂતોના રજિસ્ટ્રેશનનું કામ વિલંબમાં પડ્યુંઃ7 મહિના પછી પણ 50000 નું રજિસ્ટ્રેશન બાકી
વડોદરાઃ વડોદરા જિલ્લામાં ખેડૂતોના રજિસ્ટ્રેશન માટેની કામગીરી ખૂબ જ ધીમીગતિએ ચાલતી હોવાથી હજી ૫૦ હજાર જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન બાકી રહ્યું છે.જેને કારણે જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે.
વડોદરા જિલ્લામાં ડિજિટલ ફાર્મર કાર્ડ રજિસ્ટ્રેશન માટે ગઇ તા.૩૦મી જુલાઇએ છેલ્લી મુદત આપવામાં આવી હતી.ત્યારપછી પણ ખેતીવાડી વિભાગ દ્વારા ઝુંબેશ જારી રાખવામાં આવી હતી.પરંતુ તેમને ધારી સફળતા મળી નથી.
વડોદરા જિલ્લામાં પીએમ કિસાન સન્માનનિધિ યોજનામાં ૧૯ મા હપ્તાનો લાભ કુલ ૧૭૭૪૪૦ ખેડૂતોએ લીધો હતો અને ૫૯૪૦૦ ખેડૂતોનું રજિસ્ટ્રેશન બાકી હતું.
બે દિવસ દરમિયાન તમામ ગામોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને કારણે ૯૪૦૦ જેટલા રજિસ્ટ્રેશન થયા છે અને હજી બીજા રજિસ્ટ્રેશન બાકી રહ્યા છે.જેથી ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને આગામી તા.૫મી જુલાઇ સુધીમાં ગ્રામ પંચાયતોની ઓફિસમાં રજિસ્ટ્રેશન નહિ કરાવે તો આગામી કિસાનનિધિનો હપ્તો જમા નહિ થાય તેવી ચીમકી આપવામાં આવી છે.