Gujarat
સાંસદ ખેલ મહોત્સવ 2025 માટે 20 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે
By GS TEAM
10 Sep 20251 min read

વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદીલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી વડોદરા લોકસભા વિસ્તારમાં તા. 01 નવેમ્બરથી 21 ડિસેમ્બર દરમ્યાન "સાંસદ ખેલ મહોત્સવ- 2025" યોજાશે. જેમાં યોગાસન, જુડો, બાસ્કેટબોલ, ચેસ, ફૂટબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ, કબડ્ડી, ખો- ખો, ટેબલ ટેનિસ, કરાટે, મલખમનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા ઉજાગર કરી શકશે. તેમજ આ સ્પર્ધાઓથી યુવાનોને રમતગમતમાં રુચિ વધવાની સાથે દેશને સારા ખેલાડીઓ મળે તેવી અપેક્ષા છે. ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે તા. 20 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે.








