Get The App

લેડી પોલીસ ના પિતાના નામે રજીસ્ટર કાર માં પોલીસ લખેલું પાટિયું

કાયદાનું જ્ઞાન આપીને સોશિયલ મીડિયામાં ચમકેલી સુનિતા યાદવે જાતે જ અપલોડ કરેલી તસ્વીર ના લીધે ટ્રોલ થઇ

Updated: Jul 16th, 2020

GS TEAM

Google News
Google News


 લેડી પોલીસ ના પિતાના નામે રજીસ્ટર કાર માં  પોલીસ લખેલું પાટિયું 1 - image પ્રતિનિધિ દ્વારા, સુરત મંગળવાર
    કર્ફ્યુ ભંગ  મુદ્દે  આરોગ્ય મંત્રી કિશોર કાનાણી  ના પુત્ર સાથ જેમની બબાલ થઇ હતી તે  પોલીસ  કોન્સ્ટેબલ સુનિતા યાદવ ના  પિતાના નામે રજીસ્ટ્રેશનવાળી  કારમાં પોલીસનો પાટિયું જોવા મળી રહ્યુ છે  તે તસ્વીર પણ સોશિયલ મીડિયા માં વાયરલ થઇ છે .  કાયદાનો પાઠ ની વાત કરતી લેડી પોલીસે પોતે કાયદા નો ભંગ કર્યો છે તેવી કોમેન્ટ્સ થઇ રહી છે.
    આરોગ્ય મંત્રી ના પુત્ર પ્રકાશ કાનાણી સાથે લેડી પોલીસ સુનિતા યાદવ ની માથાકૂટ બાદ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ બાદ જામીનમુક્ત થયા હતા.દરમિયાન કાયદાનો પાથ ભણાવનાર લેડી પોલીસે પોતે પણ  કાયદા નો ભંગ કર્યો છે તેવી તસ્વીર સોશિયલ મીડિયા માં વાયરલ થઇ છે
સુનિતા યાદવ ના પિતા મદનલાલ ના  નામે આરટીઓમાં રજીસ્ટર થયેલી વેગન-આર કાર માં પોલીસનું પાટિયું લાગેલું છે.આ તસ્વીર લેડી પોલીસે જ  પિતાને બર્થડે વિશ કરતી વેળાએ અપલોડ કરી હતી.
આરોગ્યમંત્રી એવા પિતાની કાર લઈને ગયેલા પ્રકાશ કાનાણી ની કારમાંથી લેડી પોલિસે  પાટિયું કઢાવી નાખ્યું હતું.જેથી હવે કાયદાનું  જ્ઞાન આપનાર લેડી પોલીસ પોતે કાયદાનું કેટલું પાલન કરે છે ?તે મુદ્દે લોકો એ કમેન્ટ્સ નો મારો ચલાવ્યો છે. તેમજ અન્ય લોકો સાથે પણ લેડી પોલીસે ગેરવર્તણૂક કર્યાની ફરિયાદો છે તો આજસુધી પગલાં કેમ લેવાયા નહિ?તે સવાલો પુછાઈ રહ્યા છે.

Tags :