કાઉન્સિલરની રજૂઆત બાદ વોર્ડ ઓફિસરને કાર્યવાહી કરવા જમીન મિલ્કત શાખાના નિર્દેશ

સનરાઈઝ શાળા દ્વારા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડના ઉપયોગ અને ભાડું વસૂલવા મામલે કાઉન્સિલરની રજૂઆત બાદ કોર્પોરેશનની જમીન મિલકત શાખાએ વોર્ડ ઓફિસરને જરૂરી કાર્યવાહી અંગે નિર્દેશ આપ્યા છે.
વોર્ડ નં.15ના ભાજપ કાઉન્સિલરની સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડનો ઉપયોગ સનરાઈઝ શાળા દ્વારા કરવામાં આવી રહ્યો હોય તે બંધ કરાવવા તથા આજદિન સુધી કરેલ ઉપયોગનું ભાડું વસૂલવા કરેલ રજૂઆત સંદર્ભે જમીન મિલ્કત અમલદારે વોર્ડ નં.15ના વોર્ડ ઓફિસરને જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. અત્રે યાદ અપાવું જરૂરી છે કે, તાજેતરમાં કાઉન્સિલરની મ્યુ. કમિશનરને રજૂઆત થઈ હતી કે, હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનની બેદરકારીથી 12 બાળકો અને બે શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા છે. સનરાઇઝ શાળા સંચાલક જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્પોરેશન દ્વારા મૃતકોના પરિવારજનોને વળતર આપવું જોઇએ. સનરાઇઝ શાળા સુર્યનગર ગરબા ગ્રાઉન્ડનો ઉપયોગ વર્ષોથી કોઇપણ જાતની પરવાનગી વગર કરી રહી હોય ગ્રાઉન્ડનુ ભાડુ વસુલવા તથા ત્વરિત અસરથી શાળા દ્વારા ગ્રાઉન્ડનો ઉપયોગ બંઘ કરવાની કાર્યવાહી અંગે જણાવ્યું હતું.









