Gujarat

આગ, આકસ્મિક ઘટનાઓને લઈ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ફાયર વોલેન્ટિયર્સની મદદ લેવાશે

By GS TEAM
28 Sep 20251 min read
આગ, આકસ્મિક ઘટનાઓને લઈ  અમદાવાદ ફાયર વિભાગ દ્વારા  ફાયર  વોલેન્ટિયર્સની મદદ લેવાશે

  અમદાવાદ,શનિવાર, 27 સપ્ટેમબર,2025

અમદાવાદના વધેલા વ્યાપ, વિસ્તાર અને આગ જેવી આકસ્મિક ઘટનાઓના બનાવમાં થતા વધારાને ધ્યાનમા લઈ અમદાવાદ ફાયર વિભાગે ફાયર વોલેન્ટિયર સ્કીમ અમલમાં મુકી છે. અમદાવાદ ફાયર સેફ ઝૂંબેશ અંતર્ગત ફાયર વિભાગ ૧૮થી ૫૪ વર્ષ સુધીના સ્વસ્થ લોકોની ફાયર વોલેન્ટિયર્સ તરીકે મદદ લેશે. ફાયર વિભાગ દ્વારા આવા લોકોને બેઝીક તાલિમ અપાશે. આ ઝૂંબેશમાં જોડાવા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં કોઈપણ અનિચ્છનીય બનતી ઘટના સમયે ફાયર વિભાગને મદદ કરવા ઈચ્છતા લોકોને ખાસકરીને યુવાપેઢીને આગ નિવારણ, અગ્નિશામક સહાય, બચાવની કામગીરી અને જનજાગૃતિ ઝૂંબેશમાં મદદ મળે એ માટે કોર્પોરેશન દ્વારા ફાયર વોલેન્ટિયર્સ પ્રોગ્રામ રજૂ કરવામા આવ્યો છે.અમદાવાદ ફાયર વિભાગની સાથે સેફ અમદાવાદ ઝૂંબેશમાં યોગદાન આપવા ઈચ્છુકુો માટે રજિસ્ટ્રેશન માટેની લીંક કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મુકવામા આવી છે.આ ઉપરાંત કયુ.આર.કોડથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે.