મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ખડાં થયા : વારંવાર બનાવો બનતા હોવા છતાં નકકર પગલા લેવામાં તંત્ર નિષ્ક્રિય, સુરક્ષામાં છીંડા હોવાની થતી પ્રતીતિ
દ્વારકા, : જગત મંદિરમાં સુરક્ષા કર્મીઓ ફાળવેલ હોય મંદિરના મુખ્ય પ્રવેશ ગેટ માં એન્ટ્રી થતા પહેલા સુરક્ષા ધરાવતા પોલીસ કમીઓની ચેકિંગ કેબીન આવેલી હોય જે લોકો મંદિરમાં એન્ટ્રી કરે તે પહેલા તેઓની ચકાસણી થતી હોય છે. ત્યારે એ સુરક્ષાકર્મીઓના ફિઝિકલ ચેકીંગમાં ગંભીર ચૂક હોય તેવું સામે આવ્યું છે .અહી એક દર્શનાર્થીએ જગતમંદિરમાં પ્રવેશ્યા બાદ સોશ્યલ મીડિયા માટે રીલ બનાવી વાયરલ કરતા સુરક્ષા વિષયક અનેક સવાલો ખડા થયા છે.
દ્વારકાનું જગત મંદિર વિશ્વ વિખ્યાત છે. પાડોશી દેશ, દુશ્મનોના પણ નિશાનમાં હોવાથી સોમનાથની જેમ ે દ્વારકાધીશ જગત મંદિર ઝેડ પ્લસ સુરક્ષા સિક્યુરિેટી ધરાવે છે. પરંતુ સુરક્ષા સિક્યુરેટીમાં ગંભીર ચૂકો અવર નવર જોવા મળે છે. મંદિરમાં ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓ જેવા કે કેમેરા મોબાઇલ રીમોટ ચાવીઓ જેવી અનેક ઇલેક્ટ્રિક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવેલો છે.આમ છતાં મંદિરમાં મોબાઇલ લઈને લોકો અવાર નવાર ઘૂસી જાય છે. મંદિરમાં સિન સપાટા મારી જાહેરમાં રિલો બનાવતા હોય છે. તાજેતરમાં જ એક વ્યકિતએ મંદિરમાં મોબાઈલથી રિલ બનાવી વાયરલ કરતા સુરક્ષાના છીંડા બાબતે ભારે ઉહાપાહે મચી ગયો છે. જગત મંદિરની કડક સુરક્ષા વચ્ચે મોબાઈલો લઈ લોકો કઈ રીતે ઘૂસી જાય છે. તે પણ એક ગંભીર પ્રશ્ન છે. આ અંગે રેન્જ આઇ.જી તેમજ જિલ્લા એસ.પી ગંભીર બની મંદિર અંદર દર્શને જતા લોકોની કડક ચેકિંગ કરવામાં આવે ે તે માટે જવાબદારો ઉપર કડક પગલાં લે તેવી પણ માંગ ઉઠી છે.


