Get The App

કરમસદ-આણંદ મનપામાં વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
કરમસદ-આણંદ મનપામાં વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો 1 - image

- વર્ષ 2024 ની સરખામણીએ 

- 2025 માં 292 દુકાન - સંસ્થાઓમાં મચ્છર ઉત્પત્તિ સ્થાન જોવા મળતા 4.26 લાખનો દંડ

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ માટે વર્ષ ૨૦૨૫ દરમિયાન અસરકારક કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીના પરિણામે, વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 

મહાનગરપાલિકાના વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૪ દરમિયાન મનપા વિસ્તારમાં મેલેરિયાના કુલ ૯ કેસ હતા, જે વર્ષ ૨૦૨૫માં ઘટીને માત્ર ૨ કેસ થઈ ગયા છે. ડેન્ગ્યુના કેસો પણ વર્ષ ૨૦૨૪માં ૬૬ હતા, જે વર્ષ ૨૦૨૫માં ઘટીને ૩૬ થઈ ગયા છે. ખાસ કરીને આણંદ સિટીમાં ડેન્ગ્યુના કેસો ૪૪થી ઘટીને ૨૯ થયા છે, કરમસદમાં ૧૨ કેસો હતા. જે ઘટીને ૪ અને વિદ્યાનગરમાં ૧૦ કેસોમાંથી ઘટીને ૩ થયા છે. 

હેલ્થ વિભાગની ટીમ દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન મોટા પ્રમાણમાં પોરા ઉત્પન્ન થતા સ્થળે નોટિસ આપીને નોટિફિકેશન એક્ટની અમલવારી કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન ૭૧ જેટલા કોમશયલ કોમ્પ્લેક્સ, મોલ-થીયેટર, ૩૪ જેટલી બાંધકામ સાઈટો, ૨૦ જેટલી હોસ્પિટલો, ૩૭ જેટલી ટાયરની દુકાન, ૨૫ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ, ૧૪ જેટલી અન્ય સંસ્થાઓ અને ૯૦ જેટલી ખાનગી સંસ્થાઓ-દુકાનોમાં મોટા પ્રમાણમાં મચ્છર ઉત્પતિ સ્થાનો જોવા મળતા તેમને નોટિસ આપીને કુલ રૂપિયા ૪,૨૬,૩૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.