Get The App

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જેતપુરમાં પાણીની કુંડીમાં પડી જતા બાળકનું મોત

Updated: Jun 3rd, 2025

GS TEAM

Google News
Google News
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જેતપુરમાં પાણીની કુંડીમાં પડી જતા બાળકનું મોત 1 - image

Jetpur News:  સૌરાષ્ટ્ર પંથકમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ખેતરમાં ખેતમજૂરી કરીને ગુજરાતન ચલાવતા પરિવારનું બાળક પાણીની કુંડીમાં પડી જતાં મોત નીપજ્યું છે. 10 મહિનાનું બાળક રમતાં રમતાં પાણીની કુંડીમાં પડી જતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં હાજર તબીબીએ તેને મૃતજાહેર કર્યું હતું. જેના લીધે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુરના જીથૂડી સીમ વિસ્તારમાં વિજયભાઇ ખોટ નામના ખેતમજૂર પોતાના પરિવાર સાથે મજૂરી કામ કરે છે. સોમવારે વિજયભાઇ અને તેમના પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે 10 મહિનાની પુત્રી યશવી પાણીની કુંડીની બાજુમાં રમી રહી હતી.

થોડીવાર પછી ધ્યાન જતાં યશવી ન દેખાતા ખબર પડી કે બાળકી પાણીની કુંડીમાં ખાબકી છે. આથી દંપતિએ તાત્કાલિક તેને બહાર કાઢી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. 10 મહિનાની પુત્રીનું ડૂબી જવાથી મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.