Get The App

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: રમતા રમતા બાળક પાણીમાં પડી જતા મોત

Updated: Jan 13th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: રમતા રમતા બાળક પાણીમાં પડી જતા મોત 1 - image

Surat News : સુરત શહેરમાં અઘટિત ઘટના બની છે, જે વાલીઓ માટે લાલબત્તી સમાન છે. આ કિસ્સો વાલીને સજાગ અને સાવધાન રહેવા પર મજબૂર કરી દેશે. સુરતના ઉઘના રેલવે સ્ટેશન પર એક બાંધકામની સાઇટ પર અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતાં લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ બાળકને 108 એમ્બુલન્સને જાણ કરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકને મૃત જાહેર કરતાં પરિવાર આભ તૂટી પડ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: રમતા રમતા બાળક પાણીમાં પડી જતા મોત 2 - image

પ્રાપ્ત્માહિતી અનુસાર સુરત શહેરના ઉઘના રહેલ્વે સ્ટેશન પર એક બાંધકામની સાઇટનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં શ્રમિક પરિવારના બાળકનું રમી રહ્યું હતું. આ દરમિયાન રમતાં રમતાં સાઇટ પર આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટેન્કમાં બાળક પડી જતાં ડૂબવા લાગ્યું હતું. આ અંગે આસપાસ લોકોને જાણ થતાં બાળકને બહાર કાઢ્યું હતું અને ત્યારબાદ 108 એમ્બુલન્સને જાણ કરી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જ્યાં હાજર ડૉક્ટરોની ટીમે મૃત જાહેર કરતાં શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. 

આ પરિવાર ઉઘના રેલવે તંત્ર સામે બેદકારીનો આરોપ લગાવ્યો છે. આ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીનીઆસઆસ પ્રોટેક્શન વોલ બનાવેલી ન હતી. જેથી બાળક રમતાં રમતાં ત્યાં પહોંચી ગયું હતું. રેલવે તંત્રની બેદરકારીના લીધે અંડરગ્રાઉન્ડ ટાંકી ઉઘાડી હોવાથી બાળક ટાંકીમાં ખાબકી જતાં મોત નિપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.