Gujarat

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે NSUIનો દેખાવો, સિનિયર ક્લાર્કની ભરતીમાં ગોલમાલની ફરિયાદ

By GS TEAM
13 Mar 20262 mins read
TukuTouch Logo
ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિના આક્ષેપો સાથે NSUI દ્વારા શુક્રવારે (13મી માર્ચ) ઉગ્ર દેખાવો કરાયો હતો અને યુનિવર્સિટી બંધ રાખવામાં આવી હતી. NSUIએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 'અમે વિરોધમાં યુનિવર્સિટી બંધ રાખી છે કારણ કે આ ભરતી પ્રક્રિયામાં જે રીતે રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવામાં આવ્યા છે, તે જોતા લાગે છે કે આમાં ખાસ કિસ્સાઓમાં મળતિયાઓની ગોઠવણ કરવામાં આવી રહી છે. અમે જ્યારે રજૂઆત કરી ત્યારે આ પ્રક્રિયા સંપૂર્ણ ખોટી હોવાનું જણાવ્યું હતું.'

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે NSUIનો દેખાવો, સિનિયર ક્લાર્કની ભરતીમાં ગોલમાલની ફરિયાદ

Gujarat University NSUI Protest: ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિના આક્ષેપો સાથે NSUI દ્વારા શુક્રવારે (13મી માર્ચ) ઉગ્ર દેખાવો કરાયો હતો અને યુનિવર્સિટી બંધ રાખવામાં આવી હતી. NSUIએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 'અમે વિરોધમાં યુનિવર્સિટી બંધ રાખી છે કારણ કે આ ભરતી પ્રક્રિયામાં જે રીતે રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવામાં આવ્યા છે, તે જોતા લાગે છે કે આમાં ખાસ કિસ્સાઓમાં મળતિયાઓની ગોઠવણ કરવામાં આવી રહી છે. અમે જ્યારે રજૂઆત કરી ત્યારે આ પ્રક્રિયા સંપૂર્ણ ખોટી હોવાનું જણાવ્યું હતું.'

'મહિલા ઉમેદવારો માટે વય મર્યાદાના નિયમોમાં સુધારા કરાયા'

NSUIએ કુલપતિની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, 'ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જૂઠું બોલવામાં નંબર વન છે. તેઓ સવારે જૂઠું બોલે છે અને રાત્રે હકીકત બહાર આવે છે. આજ કારણ છે કે ચાર અલગ-અલગ ભરતી પ્રક્રિયાઓમાં પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. હજી પણ અમે કહીએ છીએ કે સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ગોલમાલ થઈ છે. જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે વય મર્યાદાના નિયમોમાં રાતોરાત જે સુધારા કરવામાં આવ્યા છે, તે રદ થવા જોઈએ.'

આ પણ વાંચો: ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિરોધ પ્રદર્શન

આક્ષેપો કરતા NSUIના કાર્યકરોએ જણાવ્યું હતું કે, 'ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કુલપતિને ખબર પડી ગઈ છે કે તેમનું પેપર ફૂટી ગયું છે અને તેમણે જે નામો સિલેક્ટ કર્યા છે તે લિસ્ટ અમારી પાસે આવી ગયું છે. પોતાનો પાપનો ઘડો બહાર ન આવે તે માટે તેમણે જાહેર રજા કરી દીધી છે અને પોલીસના કાફલા ઉતારી દરવાજા લોક કરી દીધા છે. તમામ ભરતી પ્રક્રિયા તાત્કાલિક રદ કરી નવેસરથી શરૂ કરવી જોઈએ અને અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં યોગ્ય છૂટછાટ આપી અન્યાય દૂર કરવો જોઈએ.'