Get The App

મ્યુ. કોર્પોરેશનમાં ખાલી પડેલી ૪૦ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

કોર્પોરેશનના કર્મીઓ માટે ૮ વર્ષ અને અન્ય ઉમેદવારો માટે પ વર્ષના અનુભવના નિયમથી વિવાદ

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
મ્યુ. કોર્પોરેશનમાં ખાલી પડેલી ૪૦ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે 1 - image

મ્યુ. કોર્પોરેશનમાં મહેકમના અભાવના લીધે પ્રજાના ઢગલાબંધ કામો ઠેબે ચઢ્યા છે ત્યારે હવે વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી પડેલી ૪૦ જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. આજે સામાન્ય સભામાં ભરતી પ્રક્રિયાની દરખાસ્ત રજૂ થવાની છે, જેમાં નિયમની વિસંગતતાના કારણે વિવાદ સર્જાયો છે.

ભરતી પ્રક્રિયાના નિયમો અનુસાર કોર્પોરેશનના વર્તમાન કર્મચારીઓ માટે ૮ વર્ષનો અનુભવ ફરજિયાત રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય ઉમેદવારો માટે ૫ વર્ષનો અનુભવ પૂરતો ગણાયો છે. અનુભવના માપદંડમાં જોવા મળેલી આ વિસંગતિને કારણે કોર્પોરેશનના કર્મચારીઓમાં અસંતોષ જોવા મળ્યો છે. આ દરખાસ્ત આવતીકાલે સોમવારે મળનારી સામાન્ય સભામાં રજૂ થવાની છે. કર્મચારીઓની નારાજગી અને વિસંગત અનુભવ માપદંડને કારણે આ મુદ્દો સભામાં ગાજે તેવી શક્યતા છે. કોર્પોરેશનમાં મહેકમની ઓછી સંખ્યાથી કામગીરીમાં વિલંબ થતો હોવાનું અધિકારીઓ માની રહ્યા છે, પરંતુ ભરતીની પ્રક્રિયા પારદર્શક અને ન્યાયસભર બનાવવા માટે કર્મચારીઓએ નિયમોમાં ફેરફાર કરવાની માગ ઉઠાવી છે.