રમતવીરો માટે રેલવેમાં નોકરીની તક: સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વેસ્ટર્ન રેલવેમાં ભરતીની જાહેરાત
Western Railway Recruitment : રેલવેમાં નોકરી શોધી રહેલા રમતવીરો માટે એક સારા સમાચાર છે. રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) એ વેસ્ટર્ન રેલવેમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કુલ 63 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી વિવિધ સ્પોર્ટ્સ શાખાઓ માટે છે અને તે ઓપન એડવર્ટાઇઝમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે.
પગાર ધોરણ અને લાયકાત
આરઆરસી દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ, આ ભરતી વર્ષ 2025-26 માટે છે. ઉમેદવારોની પસંદગી તેમના પગાર ધોરણ અને રમતગમતમાં તેમની સિદ્ધિઓના આધારે કરવામાં આવશે. આ ભરતીમાં ભાગ લેવા માટે, ઉમેદવારોએ 1 એપ્રિલ 2023 પછી આયોજિત થયેલી ચેમ્પિયનશિપ્સમાં યોગ્યતા મેળવી હોય અને હાલમાં પણ સક્રિય રમતવીર હોવા જોઈએ.
અરજી પ્રક્રિયા
લાયક ઉમેદવારોએ આ ભરતી માટે આરઆરસી-ડબલ્યુઆરની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ 2025 છે.જો તમે રમતવીર છો અને રેલવેમાં નોકરી મેળવવા ઈચ્છો છો, તો આ એક ઉત્તમ તક છે. સમયસર અરજી કરીને આ સુવર્ણ અવસરનો લાભ લઈ શકો છો.
ક્રિકેટ - 06 પોસ્ટ્સ
કબડ્ડી - 04 પોસ્ટ્સ
રેસલિંગ - 03 પોસ્ટ્સ
બાસ્કેટબોલ - 04 પોસ્ટ્સ
હેન્ડબોલ - 06 પોસ્ટ્સ
પાવર લિફ્ટિંગ - 04 પોસ્ટ્સ
ટેબલ ટેનિસ - 01 પોસ્ટ્સ
વેઇટ લિફ્ટિંગ - 02 પોસ્ટ્સ
એથ્લેટિક્સ - 05 પોસ્ટ્સ
બોડી બિલ્ડિંગ - 03 પોસ્ટ્સ
સાયકલિંગ પુરુષ - 03 પોસ્ટ્સ
જિમ્નેસ્ટિક્સ - 02 પોસ્ટ્સ
ફૂટબોલ - 03 પોસ્ટ્સ
હોકી - 04 પોસ્ટ્સ
ખો-ખો - 06 પોસ્ટ્સ
વોલીબોલ - 03 પોસ્ટ્સ
સ્વિમિંગ - 02 પોસ્ટ્સ
વોટર પોલો - 02 પોસ્ટ્સ
કુલ પોસ્ટની સંખ્યા - 63