Gujarat

મહિલા કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ના આપઘાતનું કારણ હજી અકબંધ

By GS TEAM
3 Apr 20261 min read
મહિલા કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ના આપઘાતનું કારણ હજી અકબંધ

 વડોદરા,પી.એસ.આઇ.ની પરીક્ષા પાસ કરનાર શી ટીમની મહિલા કોન્સ્ટેબલ અને  મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરતા એ.એસ.આઇ.ના આપઘાતનું કઇ કારણ હજી બહાર આવ્યું નથી. 

આજવારોડ વોર્ડ -  ૫ ની ઓફિસ નજીક શીવાનંદ સોસાયટીમાં રહેતા પ્રિયંકાબેન રમેશભાઇ પ્રજાપિત (ઉં.વ.૨૮)  કપુરાઇ  પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે શી ટીમમાં ફરજ બજાવતા હતા. ગત ૪ થી માર્ચેે તેમણે ઘરે ગળા ફાંસો ખાઇ લીધો હતો. તેના મોબાઇલ ફોનની પણ ડીટેલ આવી ગઇ છે. છેલ્લા તેમણે  પરિવાર સાથે વાત કરી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ, આપઘાતનું કારણ હજી  જાણી શકાયું ં નથી. 

તરસાલી અનુ સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષના કૃષ્ણકાંત  શિવસિંહ સોરઠીયા પોલીસ  હેડ ક્વાટર્સના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરતા  હતા. ગત ૧૨ મી માર્ચે તેમણે ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મકરપુરા પોલીસે પરિવારના અને સાથી કર્મચારીઓના નિવેદનો લીધા છે. પરંતુ, આપઘાતનું કોઇ કારણ  હજી  જાણી શકાયું નથી.